એનડીડીબી-અનુભવની પાઠશાળા

અતિતની ભીતરમાં ડોકિયું કરતા અનેક પ્રસંગોની હારમાળા ઉપસી આવે અને તેને યાદ કરી માણવાની મજા આવે ,કેટલાંક કાર્ય સ્થલે બનેલા બનાવો આજે પણ સ્મરણ પટ પર રમતા જોવા મલે અને તેને યાદ કરતાં આનંદની લહેર શરીરમાંથી પસાર થાય!

આશરે ચાર દાયકા પહેલાં જયારે મારી એનડીડીબી મા નિમણુંક થઇ અને સાબરમતી આશ્રમ ગૌશાળા,અમદાવાદ ખાતે પોસ્ટીંગ થયું ત્યારે આનંદ નો સમુદ્ર મારી અંદર હીલો ળા  લઇ રહ્યો હતો તે વખતે માત્ર છવ્વીસ વર્ષ ની આયુ મા એનડીડીબી જેવી પ્રતિષ્ઠિત અને ગૌરવશાળી સંસ્થા માં સારા પગાર સાથે એક પશુ ચિકિત્સક ને નોકરી મલવી તે ગર્વ લેવા જેવી વાત હતી !

મારા રોજબરોજના કાર્ય મા પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક ઢબે પશુ સંવર્ધન માટે કૃત્રિમ વીર્ય દાનની તાલિમ આપવા સાથે પરચૂરણ ઓફીસ કાર્ય અને પશુઓની સંભાળ રાખવાનું કાર્ય મને સોંપેલ હતું. સંવેદના સાથે પશુની નજીક જઇ તેનું અવલોકન કરવું અને તેની વર્તણુક નો અભ્યાસ કરવો જે મારી અંગત રૂચિ હતી અને તે માટે સવાર સાંજ પશુઓને નિરખતો.

તે વખતે ગૌશાળા મા ગાંધીજીના સમયથી ગાયો નો રખરખાવ થતો અને આશ્રમ વાસીઓને દૂધ પૂરું પાડવાનો શિરસ્તો હતો. એક સફેદ કામધેનું જેવી ગાયે જોડકા વાછડાનો જન્મ આપ્યો જે સફેદ દૂધ જેવા અને કાલી ભમ્મર આંખો વાલા અતિ સુંદર વાછરડા ઓને મે સ્વેચ્છા એ દતક લઇ ને રોજ કસરત સાથે દોડવાની તથા કુદકા મારવાની તાલીમ આપતો!

બને વાછરડાના નામ હિરા અને મોતી રાખ્યા હતાં, રોજ તેમને નામથી બોલાવતો અને દોડતા આવી જતા ,નવડાવવા સાથે શિંગડે તેલ લગાવી ને ચમકતા રાખતો અને જોતજોતામાં તો આ વાછરડા દોઢ વર્ષ ના થઇ ગયા! મુલાકાતી ઓ તેને જોઇને અચરજ પામતાં અને ઉંચી કિંમત આપવા તેયાર હતાં પણ આતો અમારા જીગરના ટૂકડા વેચાય કેમ!

એક દિવસ અમારા બોસ ડો ચોથાણી સાહેબ કોઇ કાર્ય માટે ઑફિસમાં આવ્યા ,એક એવું વયકતિતવ કે તેમને જોતાં જ ડર લાગે અને બોલે એટલે નોન સ્ટોપ, પરન્તુ હદયના નિખાલસ!  તેમણે બધાના કાર્ય વિષે પૂછપરછ કરી અને દરેક વિભાગ ની મુલાકાત લીધી.’આ સિવાય બીજું શું કામ કરો છો તમે ?’ એવું પૂછતાં મે ગભરાતાં ગભરાતાં જવાબ આપ્યો પશુને પણ તાલીમ આપુ છું એવુ જણાવતા તેઓ વિસ્મય પામ્યા અને મને કહ્યુ કે ‘ હિરા મોતી બતાવ’! મે વિગતવાર તેમની સાથે વાત કરી અને ડેમો આપ્યો તો તેઓ ખુશ ખુશ થઈ ગયા અને કહ્યુ કે ‘વાહ આતો ન માની શકાય તેવુ !પણ હવે હૂ તને ખાસ સૂચના આપું છું કે તારે એવી તાલીમ આપવાની કે કુરિયન સાહેબ પણ તેમનાં ગલા મા હાથ નાંખી ને ઉભા રહે તેવું તારે કરવાનું છે અને હુ કુરિયન સાહેબને અહી લઇને આવીશ ‘આ સાંભલી ને મારાં તો હોશ ઉડી ગયા અને ‘And Boss is always right ‘એ કહેવત ને ધ્યાને લેતાં મે મારું માથું હલાવી મૂક સંમતિ આપી પરન્તુ મનમાં એવો વિચાર આવ્યો કે ‘જોષી તારી નોકરી ગઇ’!

પછીના દિવસો બહુ ઉચાટ અને ગભરાટ સાથે વિત્યા,રાતે ઉઘ પણ ન આવે ,સપનાં મા ચોથાણી સાહેબનો રોફદાર ચહેરો દેખાય!અને એક દિવસ સાહેબ આવી ચડયા અને કહ્યુ ‘ચલ તૂ હિરા મોતી ને તૈયાર રાખ હુ આવું છું !’

પલની પણ રાહ જોયા વગર મે માણસોને સૂચના આપી અને બંને ને નવડાવી ધોવડાવી,ઉચ્ચ પ્રકારનો ખોરાક આપી,શિંગડા ઉપર તેલ લગાવી,બંનેની પીઠ ઉપર રંગબેરંગી ઝૂલ નાખીને વરરાજા જેવાં તૈયાર કરી,ચોથાણી સાહેબને તેમની બાંધવાની જગ્યા એ લઇ ગયો!બંનોનો વિકાસ જોઈને સાહેબ ખુશ થઈ ગયા અને મને આદેશ આપ્યો ‘પહેલાં તૂ જા અને ગલામા હાથ નાંખી ઉભો રહે !’આદેશ મુજબ હું આત્મ વિશ્વાસ સાથે ગયો અને વારાફરતી બંનેને પૂચકારીને ગલામા હાથ નાંખી ભેટ્યો,બંને શાંતિ થી ઉભા રહ્યા! હવે સાહેબ નો વારો હતો અને જેવા નજીક ગયા કે તુરંત શિંગડા ઉગામ્યા અને સાહેબ બે ડગલાં પાછાં હટી ગયા અને તેમને સમજાય ગયું કે પશુ સંવેદનશીલ હોય છે ,સાથે રહો તો પ્રેમ ની ભાષા સમજે છે !સાહેબે મારી પીઠ થાબડી અને કહ્યુ જોષી તૂ મારી પરિક્ષા મા પાસ થયો અને પછી આનંદથી વિદાય થયા!

આવી હતી બોસની કરડાકી ભર્યા ચહેરા પાછલ છૂપાયેલી ઉદારતા, જેને આજે પણ યાદ કરતા ધન્યતા અનુભવું છુ!

Loading

%d bloggers like this: